Category: Gujarati

  • એશિયા કપની જીત સાથે ઉભો થયો પ્રશ્ન — શું રમતને રાજકારણથી ખરેખર દૂર રાખી શકાય? તમારો પાડોશી છેલ્લા પંચોતેર વર્ષથી તમારા વિરુદ્ધ સતત યુદ્ધ ચલાવી રહ્યો છે — સૈન્યની કાર્યવાહી દ્વારા પણ અને આતંકવાદ દ્વારા પણ. તમે આ બધું સહન કર્યું, હંમેશા પ્રતિસાદ ફક્ત આક્રમણના જવાબમાંજ આપ્યો. પરંતુ હવે, જ્યારે તમારા નિર્દોષ નાગરિકો રજાઓ માણતા…

  • ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં રમાયેલી પાંચ ટેસ્ટની શૃંખલા પટૌડી ટ્રોફી કે જે હવે ‘એન્ડરસન – તેંડુલકર ટ્રોફી’ ના નામે ઓળખાય છે, તેના જેવી ધમાકેદાર ટેસ્ટ ક્રિકેટની જાહેરાત બીજી કોઈ હોઈ ના શકે . પાંચે પાંચ ટેસ્ટ મેચો પાંચમા દિવસ સુધી ચાલી અને શ્રેણીના છ અઠવાડીયા દરમ્યાન શ્ર્વાસ થંભાવી દે તેવી ક્રિકેટની રમત જોવા મળી.…

  • ભારતીય ટીમના ત્રણ મહાન સિતારા હમણાંજ નિવૃત્ત થયા. રવિચંદ્રન અશ્વિન, રોહિત શર્મા તથા વિરાટ કોહલી હવે માત્ર ફ્રેન્ચાઇઝ T૨૦ રમતોમાં ભાગ લેશે. આ ત્રણે ખેલાડીઓ ભારતની ટેસ્ટ ટીમના સ્તંભ સમાન હતા. ઊપરાંત રોહિત શર્મા ભારતની ટેસ્ટ અને એક દિવસીય મેચની ટીમના કપ્તાન હતા. માટે ભારતીય ટીમના ચાહક વર્ગમાં આ ત્રણ ધરખમ ખેલાડીઓ એક સાથે નિવૃત્ત…

  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર ગાવસ્કર ટ્રોફી વિશે કૈંક કહેવું હોય તો લગભગ 99% શબ્દો એકજ ખેલાડી વિશે કહેવા પડે. જસપ્રીત બૂમરાની હાજરી આ શ્રેણી દરમ્યાન એક વિશાળકાય માનવપ્રતિમા ની જેમ દ્રશ્યમાન રહી. અને તે વાત છેલ્લી ટેસ્ટની છેલ્લી ઇંનિંગ દરમ્યાન તેમની ગેરહાજરી થી સાબિત થઇ. ત્યાં સુધી આ શ્રેણીનું પરિણામ સંતુલનમાં હતું. ઓસ્ટ્રેલિયાની ટીમના…

  • તેર નો આંકડો અપશુકનિયાળ ગણાય છે. પણ ન્યુઝીલેન્ડ માટે તે શુકનિયાળ સાબિત થયો! 70 વર્ષ સુધી ભારતની ધરતી પર મથ્યા પછી કિવીઝને સૌ પ્રથમ વાર શ્રેણીના વિજયનો આસ્વાદ ચાખવા મળ્યો. અને કહે છે ને કે “દેનેવાલા જબભી દેતા પુરા છપ્પર ફાડકે દેતા”. છેલ્લી 36 ટેસ્ટ મેચોમાં માત્ર બેજ ટેસ્ટ જીત્યા હતા પણ તે પછીની ત્રણે…

  • ભારતની ટીમ થોડા સમયની નિષ્ક્રિયતા બાદ ફરી ખુબ વ્યસ્ત બની જવાની છે. એકદિવસીય સ્પર્ધાઓ ઉપરથી  ધ્યાન ખસેડી હવે પાંચ દિવસીય ટેસ્ટ ક્રિકેટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય આવ્યો છે. ભૂતકાળના ક્રિકેટની સરખામણીમાં જો કોઈ મહત્વનો ભેદ હોય તો તે છે આ ટૂંકા સમયગાળામાં રમતના ફોરમેટ નો બદલાવ. T 20 અને પચાસ ઓવર ના ઝડપી બદલાવ…